Total Pageviews

Wednesday, November 2, 2011

ખોરડાંની ખાનદાનિ


 

સમયાંતર - લલિત ખંભાયતા
અડવાણીએ પોતાની યાત્રા જયપ્રકાશ નારાયણના ગામ સિતાબ દિયારાથી શરૂ કરેલી જ્યાં જયપ્રકાશના ઘરની હાલત બહુ દયનીય છે. મૈસૂરમાં થોડા સમય પહેલાં ખ્યાતનામ લેખક આર. કે. નારાયણનનું ઘર તોડી પાડવાનું હતું જે હવે બચી ગયું છે. દિવાળીએ આપણે આપણાં બધાનાં ઘરો સાફ કર્યાં પણ મહાનુભાવોનાં ઘરોની કેવીક હાલત છે?પરદેશમાં મહાનુભાવોનાં મકાનો જીવની જેમ સચવાય છેપણ ભારતને વારસો સાચવવાની જોઈએ એવી આદત નથી
 
વિલિયમ શેક્સપિયર
ઘર સારામાં સારી રીતે કેમ સાચવી શકાય તેનો ઉત્તમ નમૂનો શેક્સપિયરનું ઘર છે. ઈંગ્લેન્ડના ર્વિવકશાયર વિસ્તારમાં સ્ટેટફોર્ડ ઓવન અપોન ખાતે તેમનું ઘર ચાર સદી કરતાં વધારે સમયથી ઊભું છે. અંગ્રેજી સાહિત્યના શિરમોર સર્જક વિલિયમ શેક્સપિયર ૧૫૬૪માં અહીં જન્મેલા અને બાળપણનાં કેટલાંક વર્ષો અહીં વિતાવ્યાં હતાં. સાહિત્યરસિકો માટે મક્કા તરીકે ઓળખાતું આ સ્થળ હવે શેક્સપિયર બર્થપ્લેસ ટ્રસ્ટની દેખરેખ હેઠળ છે. ત્યાં શેક્સપિયરનાં રમકડાં સહિતની ચીજો સચવાયેલી છે. ૧૬થી ૧૮મી સદી સુધીની વિવિધ ૧૧ હજાર કરતાં વધારે ચીજો અહીં શેક્સપિયરના સમગ્ર જીવનને સદીઓથી જીવતું રાખે છે.
રાણી લક્ષ્મીબાઈ
ખૂબ લડી મર્દાની લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીના આસી મોહાલ વિસ્તારમાં થયેલો. ૧૮૩૫માં અહીં લક્ષ્મીબાઈ જન્મેલાં પણ ૨૦૧૦ સુધી એ સ્થળની હાલત ખસ્તા હતી. ૨૦૧૦માં આ જગ્યાને સ્મારક તરીકે વિકસાવવાનું નક્કી થયું અને હાલ ત્યાં લક્ષ્મીબાઈને શોભે એવું સ્મારક બની રહ્યું છે. અહીં લક્ષ્મીબાઈના પૂતળા સાથે સુભદ્રાકુમારી ચૌહાણે લખેલી કવિતા ખૂબ લડી મર્દાની વો તો... પણ કોતરવામાં આવશે. અહીં પહેલાં તો કોઈ બીજાં કુટુંબો રહેતાં હતાં. હવે તેમને હટાવી દેવાયાં છે અને સંપૂર્ણ સ્થળ પ્રવાસન વિભાગે પોતાના હસ્તક લઈ તેને વિકસાવી રહ્યા છે.
મોરારજી દેસાઈ
ગુજરાતે દેશને આપેલા એકમાત્ર વડા પ્રધાન મોરારજી દેસાઈના ઘરની હાલત ખાસ ગૌરવ લઈ શકાય એવી નથી. વલસાડ પાસેના ભદેલીમાં મોરારજી દેસાઈનો જન્મ થયેલો. મકાન તો આજે અડીખમ ઊભું છે, પણ તેમાં કોઈ ભાડવાત રહે છે. ઓરંગા નદીના બન્ને કાંઠે ફેલાયેલા ગામમાં વડીલોને ખબર છે કે અહીં મોરારજી કાકા જન્મેલા. બે-ચાર આગેવાનોને બાદ કરતાં લોકોને બહુ ખબર નથી અને રસ પણ નથી. મોરારજી દેસાઈનું વતન તો વલસાડ પણ જન્મ ભદેલીમાં થયેલો. ભદેલી એમનું મોસાળ. અહીં જ તેમનો ઉછેર અને શિક્ષણકાર્ય થયેલું.
જ્યાં તેમનો જન્મ થયેલો એ કોલોનિયલ બાંધકામ જેવું મકાન અડીખમ ઊભું છે. મકાનના થોડા ભાગમાં એક બેંક કાર્યરત છે. દર વર્ષે અહીં મોરારજી દેસાઈનો જન્મદિવસ ઊજવાય છે, એ સિવાય કોઈ સ્મારક મળવું મુશ્કેલ છે. માલિકો બદલાઈ ચૂક્યા હોવાને કારણે મોરારજીભાઈનું જન્મસ્થાન પણ સરળતાથી જોઈ શકાય એમ નથી.
એડોલ્ફ હટલર
સરમુખત્યાર હોવા છતાં ઓસ્ટ્રીયામાં ૧૮૮૯માં હિટલર જન્મ્યો હતો એ સ્થળ સ્લેજબર્જર નામનું બિલ્ડિંગ સાચવી રખાયું છે. ઓસ્ટ્રીયાના બોન શહેરમાં આવેલા આ સ્થળે હિટલરનાં માતા-પિતા ભાડે રહેતાં હતાં. આજે ત્યાં સ્થાનિક ભાષામાં હિટલરનો જન્મ થયો હોવાની વિગતો આપતો શિલાલેખ મોજૂદ છે. શિલાલેખ વળી હિટલરના જન્મની શતાબ્દી વખતે શહેરના મેયરે ફીટ કરાવેલો. ગમે તેવો હોય પણ હિટલરને જગત ભૂલી શકે એમ નથી, માટે તેનું જન્મસ્થાન યથાતથ રખાયું છે. હિટલરે જર્મન પાટનગર બર્લીનમાં રહી વર્ષો લગી શાસન કર્યું. ત્યાં એ જ્યાં રહી વહીવટ કરતો એ મકાન ચાન્સેલરી તરીકે ઓળખાતું હતુુ. વિશ્વયુદ્ધ ખતમ થયા પછી ચાન્સેલરી તો તોડી પડાઈ પણ જ્યાં હતી એ જગ્યા મકાનના સંપૂર્ણ નકશા સાથે જર્મન ભાષામાં બોર્ડ ફીટ કરાયેલું છે.
નેપોલિયન બોનાપાર્ટ
ફ્રાંસની દક્ષિણે ભૂમધ્ય સાગરમાં આવેલા ટાપુ ર્કોિસકા ખાતે ૧૭૬૯ મહાન સેનાપતિ નેપોલિયનનો જન્મ થયેલો. નેપોલિયન અહીં જોકે બહુ વર્ષો રહેલા નથી, કેમ કે એમનું મોટાભાગનું જીવન તો યુદ્ધ મોરચે જ પસાર થયેલું છે. પણ બોનાપાર્ટ ફેમિલીએ અહીં ઘણો સમય ગુજારેલો. આજે એ બહુમાળી મકાન મ્યુઝિયમમાં ફેરવાયેલું છે. નેપોલિયનના અંતિમ દિવસો આફ્રિકાના કાંઠાથી દૂર સેન્ટ હેલેના ટાપુ ખાતે પસાર થયેલા. તેમણે જિંદગીના અંતિમ એકલવાયા દિવસો અહીં પસાર કરેલા અને તેમનું વિવાદાસ્પદ મોત પણ અહીં જ થયેલું. અહીંનું એ લોંગવૂડ હાઉસ નામે ઓળખાતું ઘર આજે પ્રવાસન સ્થાન છે.
નેલ્સન મંડેલા
મંડેલાનું ઘર આફ્રિકાના જોહાનિસબર્ગથી પોણા નવસો કિલોમીટર દૂર ક્વુનુ ગામમાં આવેલું છે. આજે જોકે તેમનું ઘર ‘નેલ્સન મંડેલા નેશન મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. મતલબ કે સરકાર તેમના જન્મસ્થળને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવી રાખે છે. ૧૯૯૦માં જેલમુક્ત થયેલા નેલ્સન મંડેલાની મુક્તિના દાયકાની ઉજવણી વખતે ૨૦૦૦ની સાલમાં આ સંગ્રહાલય ખુલ્લું મુકાયું છે. ૩ ભાગમાં વહેંચાયેલું આ મ્યુઝિયમ મુલાકાતીઓને મંડેલાની સમગ્ર જીવનસફર કરાવે છે. મંડેલાના ઘરની દીવાલ પર એક ગુજરાતી વિભૂતિનો ફોટો ટાંગેલો છે, જેમની પાસેથી મંડેલાને પ્રેરણા મળેલી. એ વિભૂતિ એટલે મોહનદાસ ગાંધી!
સર આઈઝેક ન્યૂટન
બ્રિટનના લિંકનશાયર પરગણાના વૂલ્સથોર્પ મેનોર ખાતે આઈઝેક ન્યૂટન ૧૬૪૨માં જન્મેલા. બહુધા ગુરુત્વાકર્ષણના નિયમના શોધક તરીકે જાણીતા ન્યૂટનનું નિવાસસ્થાન તેમના વ્યક્તિત્વને છાજે એ રીતે જળવાયેલું છે. ન્યૂટનને ગુરુત્વાકર્ષણના નિયમની પ્રેરણા જે વૃક્ષ નીચેથી મળી હતી એ વૃક્ષ તો નહીં પણ તેનું વંશજ વૃક્ષ અહીં ઊભું છે. હવે એ જગ્યા સાયન્સ સેન્ટર તરીકે મુલાકાતીઓને વિજ્ઞાનયાત્રા કરાવતી રહે છે. ન્યૂટને અહીં જ રહીને આજે જગતને ઉપયોગી થાય છે એવી ઘણી શોધો આપેલી.
આર.કે. નારાયણ
નારાયણે જ્યાં બેસીને માલગુડી ડેઝ સિરિઝ તથા ગાઇડ સહિતની કૃતિઓની રચના કરી એ ઘર હમણાં તૂટતાં તૂટતાં રહી ગયું છે. ચેન્નાઈમાં રહેતા નારાયણનાં પૌત્ર અને પૌત્રીએ જ આ બાંધકામ તોડી પાડી ત્યાં ભવ્ય કોમ્પ્લેક્સ બાંધવાનું આયોજન કરેલું. ઘર ભાંગવાનું ચાલુ થયું ત્યારે જ કોઈએ મૈસૂર કોર્પોરેશનનું ધ્યાન દોર્યું કે અહીં બાંધકામને નામે દાટ વળી રહ્યો છે. સત્તાધીશો તુરંત ત્યાં પહોંચ્યા અને મકાન તોડતા અટકાવ્યું. ૧૯૯૦ના દાયકામાં ચેન્નાઈ ટ્રાન્સફર થયા એ પહેલાં નારાયણ કેટલાક દાયકા અહીં રહેલા.યાદવાગીરી વિસ્તારના વિવેકાનંદ રોડ પર આવેલું આ મકાન નારાયણને ૧૯૪૮થી ૧૯૫૧ વચ્ચે બનાવડાવેલું. નારાયણના ભાઈ અને જાણીતા કાર્ટૂનિસ્ટ લક્ષ્મણ પણ અહીં કેટલાંક વર્ષ રહ્યા હતા.
જયપ્રકાશ નારાયણ
અડવાણીએ જ્યાંથી પોતાની રથયાત્રા આરંભી એ ગામ સિતાબ દીયારામાં લાઈટ હમણાં આવી તો પછી જયપ્રકાશનું ઘર સારી રીતે સચવાયેલું હોય એવી અપેક્ષા તો કેમ રાખી શકાય?દીવાલોમાં ઈંટો અને ભોંય પર ગાર-માટી બિછાવેલા ઘરના પ્રવેશદ્વાર પર એક સીએફએલ લેમ્પ છે, જે સમગ્ર સ્થિતિ પર પ્રકાશ પાડે છે. દીવાલ પર કેટલાક ઐતિહાસિક ફોટા ટાંગેલા છે. જેમાં જયપ્રકાશ ઉપરાંત જયપ્રકાશનાં પત્ની પ્રભાબાતી દેવી ગાંધીજીને જમાડી રહ્યાં હોય એવી તસવીર પણ છે. ઘરમાં ટેબલ, ખુરશી, ખાદીનું જેકેટ વગેરે ચીજો રાખી મુકાઈ છે. એ જ બિહારમાં લાલુ પ્રસાદ યાદવનું ગામ ફુલવારિયા અને નીતીશકુમારનું વતન કલ્યાણ બીઘા અપ ટુ ડેટ રીતે વિકસેલા છે.
કાર્લ માર્ક્સ
૧૮૧૮માં કાલ માર્ક્સ જર્મન શહેર ટ્રેવમાં જ્યાં જન્મેલા એ ઘર પણ આજે મ્યુઝિયમ છે. ૧૯૨૮ સુધી આ મકાન કોઈના ધ્યાનમાં આવ્યું નહીં. નાઝી પક્ષે અહીં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપેલો! છેક ૧૯૪૭માં એ મકાનનું મહત્ત્વ સમજી તેને સંગ્રહાલય જાહેર કરાયું અને ત્યાં કાર્લ માર્ક્સની યાદો જીવંત કરતી ચીજો ગોઠવી દેવાઈ. ૧૯૮૩માં કાર્લની ૧૦૦મી પુણ્યતિથિએ મકાનને રિનોવેટ કરી ફરી ઓપન કરાયું. આજે એ મકાનમાં માર્ક્સવાદના ઇતિહાસ સહિતની ચીજો જોવા વર્ષે ૩૦-૩૫ હજાર મુલાકાતીઓ આવે છે અને તેમાંથી ત્રીજા ભાગના પ્રવાસીઓ તો ચીનના હોય છે.
રવીન્દ્રનાથ ટાગોર
આખો દેશ અને સાહિત્ય સર્કલ જેમનું દોઢસોમું જન્મ વર્ષ ઊજવી રહ્યા છે એ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ તેમના દાદાએ બનાવેલા ‘જોરાસાંકો ઠાકુરબારી’ નામના મકાનમાં થયેલો. ૧૮મી સદીમાં દ્વારકાનાથ ટાગોરે બંધાવેલા એ હવેલી જેવા મકાનમાં રવીન્દ્રનાથે જન્મથી મૃત્યુ સુધીનો ઘણો સમય પસાર કરેલો. ઘણા ખરા બંગાળી સાહિત્યકારો-કલાકારો અહીં આવતા રહેતા એટલે બંગાળી સાહિત્ય માટે પણ એ મકાન ઐતિહાસિક ઈમારત છે. ૧૭૫૭ પછી જયરામ ટાગોરે હુગલી નદીના કાંઠે આ રજવાડી મકાન બંધાવેલું. આજે એ મકાન ‘સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિક ફાઈન આર્ટ’ તરીકે ઓળખાય છે. તેમાં આવેલું રવીન્દ્ર ભારતી મ્યુઝિયમ રવીન્દ્રનાથની બધી જ ચીજો સાચવીને બેઠું છે. પ્રવાસીઓનો પ્રવાહ અહીં સતત વહેતો રહે છે. આર્િકટેક્ટની દૃષ્ટિએ પણ આ સંકુલ જોવા જેવું ગણાય છે.
ઝવેરચંદ મેઘાણી
ચોટીલાના પોલીસ લાઈન વિસ્તારમાં આવેલું નાનકડું મકાન જોઈને લાગે નહીં કે અહીં બહુ મોટા માણસનો જન્મ થયો હશે! વીસેક ફીટ લાંબો અને ચૌદેક ફીટ પહોળો ઓરડો, બાજુમાં દસેક ફીટનું રસોડું,ઝૂકીને અંદર જવું પડે એવા જુનવાણી બેઠા ઘાટના દરવાજા, માથે નળિયાં,રસોડમાં દેશી પાણિયારું, ખૂણામાં ચોકડી, દીવાલમાં ગોખલા અને લાકડાની ખીંટીઓ... સદ્ભાગ્યે મકાનની હાલત સારી કહી શકાય એવી છે. સરકારે આ ખાનદાની ખોરડું સારી રીતે જળવાઈ રહે એ માટે પૂરતા પ્રયાસો કર્યા છે. દીવાલો પર ઝવેરચંદ સંબંધિત ફોટોગ્રાફ્સ અને માહિતીનાં પોસ્ટરો લગાડેલાં છે, જે મુલાકાતીઓની જ્ઞાનવૃદ્ધિ કરે છે. 
જમશેદજી તાતા
દેશ-પરદેશમાં ફેલાયેલા તાતા સામ્રાજ્યના દીર્ઘદ્રષ્ટા સ્થાપક જમશેદજી તાતા ૧૮૩૯માં ગુજરાતના નાનકડા શહેર નવસારીમાં જન્મેલા. એ મકાન આજે સ્થાનિક પારસીઓ સાચવે છે. મકાનની ખસ્તા હાલત જોઈને કોઈને લાગે નહીં કે અડધી દુનિયામાં પથરાયેલા તાતા સામ્રાજ્યના સર્વેસર્વા અહીં જનમ્યા હશે! એજ નવસારીમાં અખીલ હિન્દના દાદા, દાદાભાઈ નવરોજી પણ જન્મેલા. એમના મકાનની હાલત બદતર કહી શકાય એવી છે. મકાનમાં નીચે તો તાળુ મારેલું છે, પણ ઓસરીમાં રહેલી સીડી વડે ઉપરના માળે સરળતાથી પહોંચી શકાય એમ છે.
મહાત્મા ગાંધી
પોરબંદરસ્થિત ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિમંદિર તેની આગવી કીર્તિ ધરાવે છે. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે ગાંધીજી અહીં જન્મેલા. ગાંધીજીના વડવા હરજીવન રાયદાસ ગાંધીએ બસ્સોએક વરસ પહેલાં એ મકાન એક મહિલા પાસેથી ખરીદેલું. બાદમાં તેમાં માળ ઉમેરાતા મકાન હવેલી જેવું લાગતું. વર્ષો પછી ૧૯૪૭માં ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાએ આ મકાનને સ્મારક તરીકે વિકસાવવા શક્ય એટલી મદદ કરી.
કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલે ૧૯૫૦માં કરેલું. ગાંધીજી ૭૯ વર્ષ જીવેલા માટે કીર્તિ મંદિરની ઊંચાઈ ૭૯ ફીટ રાખવામાં આવી છે. જોકે જ્યાં ગાંધીજીનો જન્મ થયેલો એ ખોરડું તો કીર્તિ મંદિરની પાછળના ભાગમાં છે

Thursday, September 22, 2011

હાલનું ભારતીય ચલણી નાણૂં

મે 26, 2011

બાલમિત્રો,
આપણા ભારતદેશમાં ચાલતા ચલણી નાણાનો પરિચય મેળવીએ…
(૧)સિક્કાઓ
પચીસ પૈસા,
પચાસ પૈસા
એક રૂપિયો,
બે રૂપિયા,

પાંચ રૂપિયા

, દસ રૂપિયા,

સો રૂપિયા..

એકસો  પચાસ રૂપિયા


(૨)નોટો
એક રૂપિયાની નોટ,

બે રૂપિયાની નોટ,,

પાંચ રૂપિયાની નોટ,,

દસ રૂપિયાની નોટ,,

  વીસ રૂપિયાની નોટ,

પચાસ રૂપિયાની નોટ

સો રૂપિયાની નોટ,

પાંચસો રૂપિયાની નોટ

હજાર રૂપિયાની નોટ,



Sunday, September 18, 2011

એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ

એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ



પત્ની પાસેથી રૂ. ૧૦ હજાર ઉછીના લઈને બીજા છ ભાગીદારો સાથે મળીને ૧૯૮૧માં‘ઈન્ફોસીસ’ કંપનીની સ્થાપના કરનાર નાગવરા રામરાવ નારાયણ મૂર્તિ માત્ર બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જ નહીં, સ્કૂલ – કોલેજના આમ વિદ્યાર્થી માટે પણ એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ છે. કેમ ? વાંચો.

નારાયણ મૂર્તિ
‘ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ’ નામની મશહૂર કિતાબ લખનાર અને ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના સૌથી વધુ વંચાતા કોલમિસ્ટ થોમસ ફ્રાઈડમેન કિતાબના પ્રથમ પ્રકરણમાં આ મુજબ શરૂઆત કરે છે. (અહીં માત્ર ભાવાનુવાદ છે) : હું કોલંબસ જેવું સાહસ ખેડીને ભારતની સિલીકોન વેલી બેંગલોર આવ્યો હતો. જલદીથી ભારત પહોંચવા કોલંબસ નિના, પિન્ટા અને સાન્તા મારીયામાં આવ્યો હતો. એણે અંતર માપવામાં ગડબડ કરી અને ‘અમેરિકા’ પહોંચી ગયો. વતન પાછા ફરીને એણે એને રાજા-રાણીને રિપોર્ટ આપતાં એક મહત્ત્વની વાત કરી કે દુનિયા ખરેખર ગોળ છે. હું લુફઘાન્સાના બિઝનેસ ક્લાસમાં હતો અને જીપીએસ મેપ આચ્છાદિત સ્ક્રીનથી ખબર પડતી હતી કે હું કઈ દિશામાં હતો. કોલંબની જેમ મનેય ભારતીયો ભટકાયા. કોલંબસને હાર્ડવેર (મરી મસાલા)ની ખોજ હતી. હું સોફ્ટવેરની શોધમાં હતો. ત્રણ જહાજમાં કોલંબસની સાથે ૧૦૦ માણસો હતા. મારી સાથે બે વાનમાં ડિસ્કવરી ચેનલના માણસો હતા. મનેય એમ હતું કે દુનિયા ગોળ છે પણ હું બેંગલોર આવ્યો ત્યારે મારી માન્યતા ડગુંમગું થવા લાગી. કોલંબસે ‘ભારત’ પહોંચવાનું માની લઈ અકસ્માતે અમેરિકા શોધ્યું હતું. મેં ખરેખર ભારત જોયું હતું અને જેને મળ્યો એમાંના ઘણાં અમેરિકન હતા. એ રાત્રે મેં પાછા જઈને મારી પત્નીના કાનમાં કહ્યું, ‘હની, આઈ થિંક વર્લ્ડ ઈઝ ફ્લેટ’ (મને લાગે છે કે દુનિયા સપાટ છે).
ઈન્ફોસીસ નામની કંપની સાથે થોમસ ફ્રાઇડમેનનો એ પહેલો પરિચય હતો. ઈન્ફોસીસના સીઈઓ નંદન નીલેકની ફ્રાઈડમેનને ઈન્ફોસીસના બોર્ડરૂમમાં લઈ ગયા, જ્યાં દુનિયાભરનાં પાટનગરનાં દીવાલ ઘડિયાળ હતાં અને નીચે આખી દીવાલ જેટલો સ્ક્રીન હતો. નંદને કહ્યું, ‘‘અમે આ વીડિયો સ્ક્રીન દ્વારા વિદેશમાં ઈન્ફોસીસની ઓફિસના ઓફિસર સાથે અહીં બેંગલોરમાં બેઠાં બેઠાં મિટિંગ કરીએ છીએ. નંદને કહ્યું, ‘અમે અહીં બેસીએ, કોઈક ન્યૂ યોર્કમાં હોય, લંડન,બોસ્ટન, સાન ફ્રાન્સીસકો… ઓલ લાઈવ. કદાચ અમલ સિંગાપોરમાં કરવાનો હોય તો સિંગાપોરનો ઓફિસર પણ લાઈવ હોય. આને ગ્લોબલાઈઝેશન કહેવાય.’’
પછી નંદનનો ઈન્ટરવ્યૂ ચાલતો હતો ત્યારે એમણે ફ્રાઈડમેનને કહ્યું, ‘‘ટોમ, ધ લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઇઝ બીઈંગ લેવલ્ડ – ટોમ બિઝનેસની દુનિયામાં રમતનું મેદાન જે ઉબડખાબડ અને અવરોધવાળું હતું એ સપાટ થઈ રહ્યું છે અને તમે અમેરિકનો હજુ આ વાત સમજ્યા નથી.’’ફ્રાઈડમેન લખે છે, ‘‘નંદનના શબ્દો મારા મનમાં ગુંજતા હતા. સપાટ મેદાન? અને અચાનક મને થયું માય ગોડ, દુનિયા સપાટ છે. મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું, હની હું એક કિતાબ લખું છું અને એનું નામ છે ‘ધ વર્લ્ડ ઈઝ ફ્લેટ’ એને થયું હું ગાંડો થઈ ગયો છું. મેં મારા એડિટરને કહ્યું,મને જલદી રજા આપ, કારણ કે દુનિયા ગોળ છે અને મારે કિતાબ લખવી છે અને મેં દસ મહિનામાં ઝનૂનથી આ કિતાબ લખી નાખી.’’
આ મશહૂર કિતાબના પાયામાં ઈન્ફોસીસ કંપની છે અને તમને ખબર હશે કે દુનિયાની એ મશહૂર ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપની છે, ૨૨ દેશોમાં એની ઓફિસ છે અને એમાં દોઢ લાખથી વધુ કર્મચારી કામ કરે છે. એન.આર. નારાયણ મૂર્તિ નામના એક તરવરિયા આઈ.ટી. વિદ્યાર્થીએ તેના બીજા સાત દોસ્તો સાથે મળીને ૧૯૮૧માં આ કંપની સ્થાપી હતી અને સ્થાપનાનો જે રૂ. ૧૦,૦૦૦ ખર્ચો આવ્યો હતો, તે મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પાસેથી ઉધાર લેવાયો હતો. આ મૂર્તિ દંપતીની વાત રસપ્રદ છે. પણ એ ફરી ક્યારેક. અહીં નારાયણ મૂર્તિએ મે, ૨૦૦૭માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં તેમની અને ઈન્ફોસીસની સફર દરમિયાન થયેલા ચાર મહત્ત્વના અનુભવ અને એમાંથી શીખવા મળેલા પાઠની વાત કરી હતી, એને આપણે આજે યાદ કરીએ એમના જ શબ્દોમાં :
“મારા જીવનમાં કેટલીક આકસ્મિક ઘટનાઓ બની હતી અને મને એમાંથી કંઈક શીખવા મળ્યું હતું.મારે તમને એ વાતો કરવી છે. પહેલી ઘટના કાનપુરની છે. ત્યાં આઈઆઈટીમાં હું કંટ્રોલ થિયરીનો સ્નાતક વિદ્યાર્થી હતો. ૧૮૬૮માં ત્યાં અમેરિકાના એક જાણીતા કમ્પ્યૂટર વિજ્ઞાની છુટ્ટી ગાળવા આવ્યા હતા અને રવિવારની એક સવારે નાસ્તો કરતી વખતે એ મને ભટકાઈ ગયા.
કમ્પ્યૂટરના ક્ષેત્રમાં કેવી કેવી પ્રગતિ થઈ રહી છે અને ભવિષ્યમાં શું શું થવાનું છે એની એ બહુ સરસ રીતે વાતો કરી રહ્યા હતા. મારું દિલો-દિમાગ એમની વાતોમાં ચોંટી ગયું અને હું ફિદા થઈ ગયો. નાસ્તો પત્યો કે તરત જ હું સીધો લાઇબ્રેરીમાં પહોંચ્યો અને તેમણે જેનો ઉલ્લેખ કર્યો હતો ચાર-પાંચ રિસર્ચ પેપર્સ મેં વાંચી નાંખ્યાં. હું બહાર નીકળ્યો ત્યારે મેં નક્કી કરી નાંખ્યું હતું કે હવે કમ્પ્યૂટર વિજ્ઞાનનો જ અભ્યાસ કરવો છે.”
“બીજી ઘટના ૧૯૭૪ની છે જે જૂના યુગોસ્લાવિયા અને હાલના ર્સિબયા તથા બલ્ગેરિયાની સરહદે આવેલા નીસ શહેરમાં બની હતી. હું પેરિસથી મૈસુર, ભારત પાછો આવી રહ્યો હતો. રાત્રે ૯ વાગ્યે હું નીસ રેલવે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી અને મારે ભૂખ્યા પેટે જ પ્લેટફોર્મ પર રહેવું પડયું. હું જ્યારે સોફિયા એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો ત્યારે મારા ડબ્બામાં એક છોકરી અને છોકરો જ હતાં. છોકરી ફ્રેન્ચ ભાષામાં વાતો કરતી હતી કે સામ્યવાદી રાજવ્યવસ્થામાં કેવી યાતના સહન કરવી પડે છે (હું ત્યારે સામ્યવાદી વિચારસરણી તરફી હતો).
અચાનક ડબ્બામાં પોલીસમેન આવી ગયા. પેલા છોકરાએ જ એમને બોલાવ્યા હતા, એવું ધારી લઈને કે અમે બંને બલ્ગેરિયન સરકારની કૂથલી કરી રહ્યાં છીએ. પોલીસમેન છોકરીને ઉપાડીને લઈ ગયા. મારો સામાન અને સુવાની પથારી જપ્ત કરી લેવાઈ. મને પ્લેટફોર્મ ૫૨ આઠ બાય આઠની ગંદી ખોલીમાં પૂરી દેવાયો. ૭૨ કલાક સુધી ખાધા-પીધા વગર હું એ ખોલીમાં રહ્યો. બહારની દુનિયા જોવાની મેં આશા જ મૂકી દીધી હતી પણ પછી મને ઈસ્તંબુલ જતી માલગાડીમાં બેસાડી દેવાયો. એના ગાર્ડે મને રસ્તામાં કહ્યું, ‘તું ભારત જેવા મિત્ર દેશનો વતની છે. એટલે તને છોડી મુકાયો છે.’
ઈસ્તંબુલની એ સફર ૨૦ કલાકની હતી અને ભૂખ-તરસભર્યા કુલ ૧૦૮ કલાક પછી મારી અંદર સામ્યવાદનું મોત થઈ ચૂક્યું હતું. મેં નક્કી કર્યું કે મોટી સંખ્યામાં નોકરીઓ ઊભી કરી એવું આંત્રપ્રેન્યોરશિપ જ ગરીબીનો સાચો વિકલ્પ છે. આજે પણ એ બલ્ગેરિયન ગાર્ડ્ઝનો શુકરગુજાર છું જેમના કારણે હું એક ગૂંચવાયેલા સામ્યવાદીમાંથી કટ્ટર પણ કરુણાસભર મૂડીવાદી બની ગયો.”
“ત્રીજી ઘટના ૧૯૭૦ના શિયાળાની સવારની છે. ઈન્ફોસીસના સાતમાંથી અમે પાંચ સ્થાપકો બેંગલોરના ઉપનગરમાં ઓફિસમાં ભેગા થયા હતા. નક્કી એ કરવાનું હતું કે ઈન્ફોસીસ ખરીદવા માટે ૧૦ લાખ ડોલરની ઓફર સ્વીકારવી કે નહીં! ભારત જેવા ઉદ્યોગ-વિરોધી દેશમાં નવ વર્ષનાં વૈતરાં પછી અમને જે ઓફર મળી હતી એ લલચાવનારી હતી. મારા મિત્રોએ ચાર કલાક સુધી વિવિધ પાસાંની વાતો કરી. હું એક શબ્દ બોલ્યો ન હતો. મારો વારો આવ્યો એટલે મેં ૧૯૮૧માં મુંબઈના એક નાનકડા ફ્લેટમાંથી કેવી રીતે શરૂઆત કરી હતી તેની વાત માંડી. છેલ્લે મેં જબરી હિંમત બતાવી. મેં કહ્યું, તમારે જો કંપની વેચી જ દેવી હોય તો હું એ ખરીદવા તૈયાર છું. (મારી પાસે ત્યારે ફૂટી કોડી પણ ન હતી).
રૂમમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. મારા સાથીદારો મારી મૂર્ખામી પર આશ્ચર્યચકિત હતા. હું ચૂપ રહ્યો. આખરે કલાકની ચર્ચા પછી મારા સાથીદારોએ મન બદલ્યું. મેં કહ્યું એક મહાન કંપની બનાવવી હોય તો નક્કર વિશ્વાસ અને આશાવાદ હોવો જોઈએ. આજે એ જ સાથીદારોએ ધાર્યા કરતાં પણ ઉમદા કામ કરી બતાવ્યું છે.”
“ચોથી ઘટના ૧૯૯૫ની છે. ફોર્ચ્યુન-૧૦ કોર્પોરેશન ભારતીય સોફ્ટવેર કંપનીઓમાંથી કોઈકને કોન્ટ્રેક્ટ આપવાનું હતું. બેંગલોરની હોટેલ તાજમાં તેમણે ઈન્ફોસીસ સહિત દરેકને રૂમમાં પૂરી દીધા હતા, જેથી તેઓ આપસમાં વાત ન કરી શકે. આ એક શિરસ્તો હતો. અમે, ૫ંચ મિલિયન ડોલરની રેવન્યુવાળા નાના બચ્ચા જેવા હતા. અમારો ગ્રાહક-ફોર્ચ્યુન ૧૦ કોર્પોરેશન આકરી શરતોવાળો હતો. છેલ્લા દિવસે સાંજે ૫ંચ વાગ્યે અમારે નક્કી કરવાનું હતું કે શરતો મંજૂર રાખવી કે પછી ચાલતી પકડવી. બધાની નજર મારી પર હતી.મેં એમને સમજાવ્યું કે તમારી શરતો મંજૂર નથી, કારણ કે તમને જ એમ થશે કે અમે વિશ્વાસઘાત કર્યો છે. એના કરતાં હું તમને ખાતરી આપું છું કે તમને ધીમે ધીમે એ બધું જ આપીશ, જે તમે ઇચ્છો છો. ઈન્ફોસીસ માટે આ એક ર્ટિંનગ પોઈન્ટ હતો. પાછળથી અમે રિસ્ક મિટિગેશન કાઉન્સિલની રચના કરી. આજે અમને એનાથી ખૂબ ફાયદો છે.”
“આમાં ચાર વસ્તુ શીખવા મળી.
(૧) મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી શરૂ કરો છો પણ અગત્યનું એ છે કે તમે કેવી રીતે શું શીખો છો. શીખવાની ગુણવત્તા જો ઊંચી હોય તો તમે જિંદગીમાં નવાં શિખર સર કરી શકો છો. ઈન્ફોસીસ એનું જીવતું ઉદાહરણ છે.
(ર) તમારી આજુબાજુમાં બનતી વૈશ્વિક ઘટનાઓમાંથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. આકસ્મિક ઘટનાઓ પ્રત્યે તમે કેવી રીતે પ્રતિભાવ આપો છો એ તમારા ભવિષ્યની નિર્ણાયક ક્ષણ બની રહે છે.
(૩) ઓફકોર્સ, તમારી માનસિકતા પણ નિર્ણાયક હોય છે. પોતાની ક્ષમતામાં વિશ્વાસ જન્મજાત હોય છે કે એ પેદા કરી શકાય છે, એ સમજવું જરૂરી છે. બંધ માનસિકતા નવા પડકાર સ્વીકારતી નથી પણ પ્રગતિશીલ માનસિકતા પડકારો અને ભૂલોમાંથી શીખીને સીડી ચઢતી રહે છે અને
(૪) ચોથી વાત આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનથી ઉપર બીજી કોઈ જાગૃતિ અથવા અવેરનેસ નથી. એમાંથી જ આત્મ-શ્રદ્ધા, આત્મ નિર્ભરતા અને માનવતા આવે છે.

હું આજે જે છું, એ ચાર વાતોનો સરવાળો છું.

Saturday, September 17, 2011

શિક્ષક દિન ની ઉજવણી

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.

૫ મી સપ્ટેમ્બર  ના  શિક્ષક દિન ની ઉજવણી શાળાના બાળકો દવારા  કરવામાં આવી હતી  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે  શાળામાં બાળકો આજે પોતે શિક્ષક  બની ને  બીજા પોતાના મિત્રોને શિક્ષન આપ્યું હતું શાળાના  વિદ્યાર્થીઓ  ચરણજીત કૌર ,દિવ્યાબા હરપાલસિંહ  દિગ્વિજયસિંહ રેખા  ડીમ્પલ  નયના દિવ્યા વગેરે એ  આજે  તૈયાર થઇ  શાળામાં આવી પોતે શિક્ષક  ની  ભૂમિકા નિભાવી હતી  શાળાના બાળકો એ પણ હોંશે હોંશે શિક્ષન લીધું હતું 






Friday, August 19, 2011

આ શિયાળમાં હતી છોકરીનું રૂપ ધારણ કરવાની ગજબની શક્તિ!

 

 
 
 
 
 
- દેવતા ઈનારીનું સંદેશાવાહક ગણાય છે આ માદા શિયાળ

- કિટસૂન નામના આ શિયાળના કિસ્સાઓનો જન્મ ચીનમાં થયો હતો

- સદીઓથી તેના કિસ્સા મશહુર પરંતુ રહસ્ય આજે ય યથાવત



જાપાનમાં જાદુઈ શક્તિઓ ધરાવતા એક માદા શિયાળની પૌરાણિક કથાઓ મશહુર છે. આ શિયાળને સ્થાનિક ભાષામાં કિટસૂને કહેવામાં આવે છે. કિટસૂને છોકરીનો વેશ પણ ધારણ કરી શકતું હતું અને આ રીતે તે લોકોને ભ્રમમાં નાખતું હતું. જાપાનમાં એવી કેટલીય વાર્તાઓ મશહુર છે જેમાં કિટસૂને લોકોના વફાદાર મિત્ર, પ્રેમિકા, પત્ની કે પછી રક્ષકનો રોલ નીભાવ્યો હોય.

પ્રાચીન જાપાનમાં માણસો અને શિયાળો વચ્ચે ખાસ્સી દોસ્તી રહેતી હતી અને આએ માટે પણ કદાચ આવી કહાણીઓ અસ્તિત્વમાં આવી હોય તેવી શક્યતા છે. અહીં ઈ.પૂર્વે ચોથી સદીના કિસ્સા ખાસ્સા મશહુર છે. જાપાન ઉપરાંત ચીન અને કોરિયામાં પણ કિટસૂનના કિસ્સા જાણીતા છે.

કિટસૂને દેવતા ઈનારીની સંદેશા વાહક પણ કહેવામાં આવે છે. બીમારીઓ દુર કરવા માટે તેમજ ધન-સમૃદ્ધિ માટે પણ ઈનારીની પૂજા થાય છે. કિટસૂનેની તાકાત અને બુદ્ધિ માટે કેટલાય લોકો તેની પૂજા પણ કરે છે. આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલો અંધવિશ્વાસ છે તે સદીઓથી રહસ્ય છે.

ઉંડુ રહસ્ય

જાદુઈ શક્તિઓવાળા એક શિયાળ કિટસૂનના કિસ્સાનો જન્મ ચીનમાં થયો હતો પરંતુ તે જાપાનમાં સૌથી વધુ વિખ્યાત છે. લોકો જેની પૂજા કરે છે તેવું આ શિયાળની હકીકત સદીઓથી રહસ્ય છે

પૃથ્વીનું અસ્તિત્વ જ મિટાવી દેવા ત્રાટકવાનો છે આ લઘુગ્રહ

 
)
 
 
 
 
 
- 2036માં એપોફિસ નામના લઘુગ્રહની પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના

- એપોફિસનું વજન જ 4 કરોડ 60 લાખ ટન

- અથડાતા પહેલા એપોફિસ 2029માં પૃથ્વીની 38000 કિમી દુરથી પસાર થશે

- એપોફિસનો વ્યાસ 270 મીટર



અંતરિક્ષમાં ભ્રમણ કરતા એપોફિસ નામના લઘુ ગ્રહની 2036માં પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના છે. પરંતુ ચીની વૈજ્ઞાનિક 4 કરોડ 60 લાખ ટન વજન ધરાવતા આ લઘુગ્રહની ધરતી સાથેની ટક્કર ટાળવાની કવાયતમાં વ્યસ્ત છે. અપોફિસને ધરતી સાથે અથડાતા કઈ રીતે રોકી શકાય તે અંગે ચીની વૈજ્ઞાનિકોએ તેનું એક મોડેલ પણ તૈયાર કરી લીધુ છે.

ચીની વૈજ્ઞાનિકોની એક ટીમના જણાવ્યા અનુસાર પૃથ્વી સાથે અથડાતા પહેલા 270 મીટરનો વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ 2029માં ધરતીની નજીક એટલે કે 38000 કિમી દુરથી પસાર થશે. 13 એપ્રિલ 2036ના રોજ તે ધરતી સાથે અથડાય તેવી સંભાવના છે. જોકે, વૈજ્ઞાનિકોનો એક વર્ગ એમપણ માને છે કે અપોફિસ અને પૃથ્વી વચ્ચે અથડામણની સંભાવના નહીંવત જેવી છે.

આ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ લઘુ ગ્રહ ધરતીની ખુબ જ નજીકથી પસાર થશે અને તે દરમિયાન તે નાના-નાના ટૂકડામાં વિખેરાઈ જશે. જો પૃથ્વી સાથે તેની કોઈ ટક્કર થઈ તો પણ તે મામૂલી હશે. જોકે, બેજિંગ સ્થિત શિંઝુઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શેંગપિંગ ગાંગની આગાહી અનુસાર નક્ષત્ર વૈજ્ઞાનિકોના એક દળનું એમપણ કહેવું છે કે અપોફિસની ધરતી સાથેની ટક્કરને રોકી શકાય છે.

આ ગ્રહને પૃથ્વી સાથે અથડાતો રોકવાની શું યોજના છે?

પોતાના એક રિસર્ચ પેપરમાં આ વૈજ્ઞાનિકે કહ્યુ હતુ કે ટક્કર રોકવા માટે પૃથ્વીની કક્ષામાં સૌર ઉર્જાથી ચાલનારા એક નાના અંતરિક્ષ યાનને સ્થાપિત કરવાનો રહેશે જે કક્ષામાં ઉંધુ ચાલશે. પોતાની કક્ષામાં ઉંધા ચાલવાને કારણે આ યાનની ગતિ 90 કિમી પ્રતિ કલાક થઈ જશે જેના કારણે આ યાન અપોફિસ લઘુગ્રહની દિશા બદલી શકે છે અને તેને ધરતી સાથે અથડાતો રોકી શકે છે.

જોકે, વૈજ્ઞાનિકોએ આ કામને ખુબ જ મુશ્કેલ જણાવ્યુ છે. ધરતી માટે એક મોટો ખતરો માનવામાં આવતા અપોફિસ લઘુગ્રહની શોધ અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસાના વૈજ્ઞાનિકોએ 2004માં કરી હતી

વિશ્વની સૌથી જાડી સ્ત્રી બનવા જઈ રહેલી સુઝેનની તસવીરો

Source: Agency   |   Last Updated 3:00 PM [IST](18/08/2011)
 
 
 
 
 
તે પોતાનું વજન વધારીને 730 કિલોએ પહોંચાડવા માંગે છે તેણે 317 કિલોની ડોના સિમ્પ્સનને પણ પછાડી દીધી છે
એરિઝોનાની 32 વર્ષીય સુઝેન એમાન દુનિયાની સૌથી જાડી મહિલા બનવા તરફ આગળ વધી રહી છે. અત્યારે તેનું વજન 330 કિલો છે, પરંતુ તે પોતાનું વજન વધારીને 730 કિલોએ પહોંચાડવા માંગે છે.

તેનું હવે પછીનું પહેલુ લક્ષ્ય 361 કિલો વજન બનાવવાનું છે. તેને લાગે છે કે 41 કે 42મા વર્ષે તે વજન વધારવાના પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશે.

સુઝેન મહિનામાં એક જ વાર પોતાના 16 અને 12 વર્ષના એમ બે સંતાનો સાથે સુપરમાર્કેટ જાય છે. 6 ટ્રોલી ભરીને સામાન લાવવામાં તેના 8 કલાક વીતી જાય છે. તે જણાવે છે કે તે દરરોજની 20,000 કેલરી લે છે. તેણે 317 કિલોની ડોના સિમ્પ્સનને પણ પછાડી દીધી છે. તે દરરોજ પોતાના નાસ્તામાં 6 ઈંડા, અડધો પાઉન્ડ માંસ, 4 બટેકા, 6 બટર ટોસ્ટ, 2 લીટર સોફ્ટ ડ્રિંક અને સેન્ડવિચ લે છે