Total Pageviews

Friday, August 19, 2011

આ શિયાળમાં હતી છોકરીનું રૂપ ધારણ કરવાની ગજબની શક્તિ!

 

 
 
 
 
 
- દેવતા ઈનારીનું સંદેશાવાહક ગણાય છે આ માદા શિયાળ

- કિટસૂન નામના આ શિયાળના કિસ્સાઓનો જન્મ ચીનમાં થયો હતો

- સદીઓથી તેના કિસ્સા મશહુર પરંતુ રહસ્ય આજે ય યથાવત



જાપાનમાં જાદુઈ શક્તિઓ ધરાવતા એક માદા શિયાળની પૌરાણિક કથાઓ મશહુર છે. આ શિયાળને સ્થાનિક ભાષામાં કિટસૂને કહેવામાં આવે છે. કિટસૂને છોકરીનો વેશ પણ ધારણ કરી શકતું હતું અને આ રીતે તે લોકોને ભ્રમમાં નાખતું હતું. જાપાનમાં એવી કેટલીય વાર્તાઓ મશહુર છે જેમાં કિટસૂને લોકોના વફાદાર મિત્ર, પ્રેમિકા, પત્ની કે પછી રક્ષકનો રોલ નીભાવ્યો હોય.

પ્રાચીન જાપાનમાં માણસો અને શિયાળો વચ્ચે ખાસ્સી દોસ્તી રહેતી હતી અને આએ માટે પણ કદાચ આવી કહાણીઓ અસ્તિત્વમાં આવી હોય તેવી શક્યતા છે. અહીં ઈ.પૂર્વે ચોથી સદીના કિસ્સા ખાસ્સા મશહુર છે. જાપાન ઉપરાંત ચીન અને કોરિયામાં પણ કિટસૂનના કિસ્સા જાણીતા છે.

કિટસૂને દેવતા ઈનારીની સંદેશા વાહક પણ કહેવામાં આવે છે. બીમારીઓ દુર કરવા માટે તેમજ ધન-સમૃદ્ધિ માટે પણ ઈનારીની પૂજા થાય છે. કિટસૂનેની તાકાત અને બુદ્ધિ માટે કેટલાય લોકો તેની પૂજા પણ કરે છે. આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલો અંધવિશ્વાસ છે તે સદીઓથી રહસ્ય છે.

ઉંડુ રહસ્ય

જાદુઈ શક્તિઓવાળા એક શિયાળ કિટસૂનના કિસ્સાનો જન્મ ચીનમાં થયો હતો પરંતુ તે જાપાનમાં સૌથી વધુ વિખ્યાત છે. લોકો જેની પૂજા કરે છે તેવું આ શિયાળની હકીકત સદીઓથી રહસ્ય છે

પૃથ્વીનું અસ્તિત્વ જ મિટાવી દેવા ત્રાટકવાનો છે આ લઘુગ્રહ

 
)
 
 
 
 
 
- 2036માં એપોફિસ નામના લઘુગ્રહની પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના

- એપોફિસનું વજન જ 4 કરોડ 60 લાખ ટન

- અથડાતા પહેલા એપોફિસ 2029માં પૃથ્વીની 38000 કિમી દુરથી પસાર થશે

- એપોફિસનો વ્યાસ 270 મીટર



અંતરિક્ષમાં ભ્રમણ કરતા એપોફિસ નામના લઘુ ગ્રહની 2036માં પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના છે. પરંતુ ચીની વૈજ્ઞાનિક 4 કરોડ 60 લાખ ટન વજન ધરાવતા આ લઘુગ્રહની ધરતી સાથેની ટક્કર ટાળવાની કવાયતમાં વ્યસ્ત છે. અપોફિસને ધરતી સાથે અથડાતા કઈ રીતે રોકી શકાય તે અંગે ચીની વૈજ્ઞાનિકોએ તેનું એક મોડેલ પણ તૈયાર કરી લીધુ છે.

ચીની વૈજ્ઞાનિકોની એક ટીમના જણાવ્યા અનુસાર પૃથ્વી સાથે અથડાતા પહેલા 270 મીટરનો વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ 2029માં ધરતીની નજીક એટલે કે 38000 કિમી દુરથી પસાર થશે. 13 એપ્રિલ 2036ના રોજ તે ધરતી સાથે અથડાય તેવી સંભાવના છે. જોકે, વૈજ્ઞાનિકોનો એક વર્ગ એમપણ માને છે કે અપોફિસ અને પૃથ્વી વચ્ચે અથડામણની સંભાવના નહીંવત જેવી છે.

આ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ લઘુ ગ્રહ ધરતીની ખુબ જ નજીકથી પસાર થશે અને તે દરમિયાન તે નાના-નાના ટૂકડામાં વિખેરાઈ જશે. જો પૃથ્વી સાથે તેની કોઈ ટક્કર થઈ તો પણ તે મામૂલી હશે. જોકે, બેજિંગ સ્થિત શિંઝુઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શેંગપિંગ ગાંગની આગાહી અનુસાર નક્ષત્ર વૈજ્ઞાનિકોના એક દળનું એમપણ કહેવું છે કે અપોફિસની ધરતી સાથેની ટક્કરને રોકી શકાય છે.

આ ગ્રહને પૃથ્વી સાથે અથડાતો રોકવાની શું યોજના છે?

પોતાના એક રિસર્ચ પેપરમાં આ વૈજ્ઞાનિકે કહ્યુ હતુ કે ટક્કર રોકવા માટે પૃથ્વીની કક્ષામાં સૌર ઉર્જાથી ચાલનારા એક નાના અંતરિક્ષ યાનને સ્થાપિત કરવાનો રહેશે જે કક્ષામાં ઉંધુ ચાલશે. પોતાની કક્ષામાં ઉંધા ચાલવાને કારણે આ યાનની ગતિ 90 કિમી પ્રતિ કલાક થઈ જશે જેના કારણે આ યાન અપોફિસ લઘુગ્રહની દિશા બદલી શકે છે અને તેને ધરતી સાથે અથડાતો રોકી શકે છે.

જોકે, વૈજ્ઞાનિકોએ આ કામને ખુબ જ મુશ્કેલ જણાવ્યુ છે. ધરતી માટે એક મોટો ખતરો માનવામાં આવતા અપોફિસ લઘુગ્રહની શોધ અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસાના વૈજ્ઞાનિકોએ 2004માં કરી હતી

વિશ્વની સૌથી જાડી સ્ત્રી બનવા જઈ રહેલી સુઝેનની તસવીરો

Source: Agency   |   Last Updated 3:00 PM [IST](18/08/2011)
 
 
 
 
 
તે પોતાનું વજન વધારીને 730 કિલોએ પહોંચાડવા માંગે છે તેણે 317 કિલોની ડોના સિમ્પ્સનને પણ પછાડી દીધી છે
એરિઝોનાની 32 વર્ષીય સુઝેન એમાન દુનિયાની સૌથી જાડી મહિલા બનવા તરફ આગળ વધી રહી છે. અત્યારે તેનું વજન 330 કિલો છે, પરંતુ તે પોતાનું વજન વધારીને 730 કિલોએ પહોંચાડવા માંગે છે.

તેનું હવે પછીનું પહેલુ લક્ષ્ય 361 કિલો વજન બનાવવાનું છે. તેને લાગે છે કે 41 કે 42મા વર્ષે તે વજન વધારવાના પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશે.

સુઝેન મહિનામાં એક જ વાર પોતાના 16 અને 12 વર્ષના એમ બે સંતાનો સાથે સુપરમાર્કેટ જાય છે. 6 ટ્રોલી ભરીને સામાન લાવવામાં તેના 8 કલાક વીતી જાય છે. તે જણાવે છે કે તે દરરોજની 20,000 કેલરી લે છે. તેણે 317 કિલોની ડોના સિમ્પ્સનને પણ પછાડી દીધી છે. તે દરરોજ પોતાના નાસ્તામાં 6 ઈંડા, અડધો પાઉન્ડ માંસ, 4 બટેકા, 6 બટર ટોસ્ટ, 2 લીટર સોફ્ટ ડ્રિંક અને સેન્ડવિચ લે છે

Monday, August 15, 2011

૬૫ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

 ગામમાં નીકળેલી પ્રભાત ફેરી માં ભાગ લેતા શાળા ના બાલિકાઓ

 ગામમાં નીકળેલી પ્રભાત ફેરી માં ભાગ લેતા શાળા ના બાળકો

 ઠુમક ઠુમક મેં નાચુગી માં  ભાગ લેતી  શાળા ની  બાલિકાઓ
 શાળાના મેદાનમાં ધ્વજ વંદન કરાવતા  ગામના સરપચ  શ્રી પ્રતાપસિંહ સોઢા
 

 સંસ્કૃતિક કાર્યક્રમ માં હાજરી આપતા ગ્રામજનો
 સંસ્કૃતિક કાર્યક્રમ માં હાજરી આપતા ગ્રામજનો
 સંસ્કૃતિક કાર્યક્રમ માં હાજરી આપતા ગ્રામજનો
 સંસ્કૃતિક કાર્યક્રમ માં હાજરી આપતા ગ્રામજનો


 સંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર શાળાની બાળકીઓ  
 સંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર શાળાની બાળકીઓ  
 કચ્છી રાસ હલ્રે વણજારા તોકે કચ્છડો વતૈયા મા ભાગ લેતી શાળાની બાળકીઓ
 કચ્છી રાસ હલ્રે વણજારા તોકે કચ્છડો વતૈયા મા ભાગ લેતી શાળાની બાળકીઓ
 કચ્છી રાસ હલ્રે વણજારા તોકે કચ્છડો વતૈયા મા ભાગ લેતી શાળાની બાળકીઓ
 કચ્છી રાસ હલ્રે વણજારા તોકે કચ્છડો વતૈયા મા ભાગ લેતી શાળાની બાળકીઓ
 કચ્છી રાસ હલ્રે વણજારા તોકે કચ્છડો વતૈયા મા ભાગ લેતી શાળાની બાળકીઓ
 ૧ મિનીટ ની રમત માટે તૈયારી
 સંદેશે આતે હે .................. ગીત નો અભિનય કરતા શાળાના બળ ફૌજીઓ
સંદેશે આતે હે .................. ગીત નો અભિનય કરતા શાળાના બળ ફૌજીઓ
 સંદેશે આતે હે .................. ગીત નો અભિનય કરતા શાળાના બળ ફૌજીઓ
 કાર્યક્રમ નું સંચાલન અને નીરદર્શન કરતા શાળાના શિક્ષકો
 ભૂલ ભુલામણી રમત ની એક ઝલક 
 ૫ મિનીટ મારી ....................... મા  ભાગ લેતી શાળાની બાળકીઓ 
 ૫ મિનીટ મારી ....................... મા  ભાગ લેતી શાળાની બાળકીઓ 
 બાળકોને ઇનામ આપતા ગામના વડીલો
 બાળકોને ઇનામ આપતા ગામના વડીલો
 બાળકોને ઇનામ આપતા ગામના વડીલો
 બાળકોને ઇનામ આપતા ગામના વડીલો
 બાળકોને ઇનામ આપતા ગામના વડીલો
આભાર વિધિ કરતા શાળાના સિનીયર શિક્ષક શ્રી ભારત ભાઈ  કેશોતા
ગામ જનો ની સાથે વાડી વિસ્તારના વાલીઓ માતાઓ , બહેનો વગેરે શાળામાં હાજરી આપી હતી

શાળાના  આચાર્ય શ્રી ચંદ્રકાન્તભાઈ મુનવર ની સાથે  શાળાના શિક્ષકો  શ્રી ભરત ભાઈ કેશોતા ,શ્રી કિશોરસિંહ જાડેજા ,શ્રી નીલેશભાઈ પરમાર,શ્રી જગદીશભાઈ મહેશ્વરી એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી