Total Pageviews

Friday, August 19, 2011

પૃથ્વીનું અસ્તિત્વ જ મિટાવી દેવા ત્રાટકવાનો છે આ લઘુગ્રહ

 
)
 
 
 
 
 
- 2036માં એપોફિસ નામના લઘુગ્રહની પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના

- એપોફિસનું વજન જ 4 કરોડ 60 લાખ ટન

- અથડાતા પહેલા એપોફિસ 2029માં પૃથ્વીની 38000 કિમી દુરથી પસાર થશે

- એપોફિસનો વ્યાસ 270 મીટર



અંતરિક્ષમાં ભ્રમણ કરતા એપોફિસ નામના લઘુ ગ્રહની 2036માં પૃથ્વી સાથે ટક્કર થવાની સંભાવના છે. પરંતુ ચીની વૈજ્ઞાનિક 4 કરોડ 60 લાખ ટન વજન ધરાવતા આ લઘુગ્રહની ધરતી સાથેની ટક્કર ટાળવાની કવાયતમાં વ્યસ્ત છે. અપોફિસને ધરતી સાથે અથડાતા કઈ રીતે રોકી શકાય તે અંગે ચીની વૈજ્ઞાનિકોએ તેનું એક મોડેલ પણ તૈયાર કરી લીધુ છે.

ચીની વૈજ્ઞાનિકોની એક ટીમના જણાવ્યા અનુસાર પૃથ્વી સાથે અથડાતા પહેલા 270 મીટરનો વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ 2029માં ધરતીની નજીક એટલે કે 38000 કિમી દુરથી પસાર થશે. 13 એપ્રિલ 2036ના રોજ તે ધરતી સાથે અથડાય તેવી સંભાવના છે. જોકે, વૈજ્ઞાનિકોનો એક વર્ગ એમપણ માને છે કે અપોફિસ અને પૃથ્વી વચ્ચે અથડામણની સંભાવના નહીંવત જેવી છે.

આ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ લઘુ ગ્રહ ધરતીની ખુબ જ નજીકથી પસાર થશે અને તે દરમિયાન તે નાના-નાના ટૂકડામાં વિખેરાઈ જશે. જો પૃથ્વી સાથે તેની કોઈ ટક્કર થઈ તો પણ તે મામૂલી હશે. જોકે, બેજિંગ સ્થિત શિંઝુઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શેંગપિંગ ગાંગની આગાહી અનુસાર નક્ષત્ર વૈજ્ઞાનિકોના એક દળનું એમપણ કહેવું છે કે અપોફિસની ધરતી સાથેની ટક્કરને રોકી શકાય છે.

આ ગ્રહને પૃથ્વી સાથે અથડાતો રોકવાની શું યોજના છે?

પોતાના એક રિસર્ચ પેપરમાં આ વૈજ્ઞાનિકે કહ્યુ હતુ કે ટક્કર રોકવા માટે પૃથ્વીની કક્ષામાં સૌર ઉર્જાથી ચાલનારા એક નાના અંતરિક્ષ યાનને સ્થાપિત કરવાનો રહેશે જે કક્ષામાં ઉંધુ ચાલશે. પોતાની કક્ષામાં ઉંધા ચાલવાને કારણે આ યાનની ગતિ 90 કિમી પ્રતિ કલાક થઈ જશે જેના કારણે આ યાન અપોફિસ લઘુગ્રહની દિશા બદલી શકે છે અને તેને ધરતી સાથે અથડાતો રોકી શકે છે.

જોકે, વૈજ્ઞાનિકોએ આ કામને ખુબ જ મુશ્કેલ જણાવ્યુ છે. ધરતી માટે એક મોટો ખતરો માનવામાં આવતા અપોફિસ લઘુગ્રહની શોધ અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસાના વૈજ્ઞાનિકોએ 2004માં કરી હતી

No comments:

Post a Comment