Total Pageviews

Friday, April 11, 2014

વાંસલડી ડૉટ કૉમ

વાંસલડી ડૉટ કૉમ
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Monday, October 1, 2012

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.


પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક.  લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.
શનીવાર ૮ સપ્ટેમ્બર અને રવીવાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના મીત્રો સાથે લોનાવાલા, ડેલ્લા એડવેન્ચર્સથી આગળ, ઠાક્રરવાડીથી આગળ, રાજમાચી કીલ્લા, અપસરા ધોધ, વગેરે જોવા ગયેલ. એનું વર્ણન   ફેસબુક ઉપર મુકવા મીત્રોને જણાવેલ. ફોટાઓ મેં ઘણાં ખેચેલ.  જેમાંથી ૩,૪ ફોટાઓ અહીં મુકેલ છે.
(આજે રવીવાર છે. નીશાળ બંધ છે. બે બાળકો નીશાળે આવ્યા છે)(રાજમાચી જવા મીત્રો જઈ રહ્યા છે)
(રાજમાચી તો દુર છે. પણ અપસરા ધોધનો પહાડ દેખાય છે)


(પહાડ ઉપરથી પાણી પડે છે. આ પહાડ એક જ પત્થરનો બનેલ છે)

(મીત્રો ધોધમાં મજા માણે છે)(મીત્રો ધોધમાં મજા માણે છે અને આ બાળક પણ ખુશ દેખાય છે)
લોનાવાલા પાસે કાર્લા, ભાજા, લોહગઢ, વગેરેનો અદ્દભુત જુના જમાનાનો વારસો છે.
કાર્લા ગુફાની અગાઉ ૩ વખત મુલાકાત લીધેલ છે અને કેમેરા વગર શનીવાર ૨૩.૯.૨૦૧૨ના કાર્લા મુલાકાત લીધેલ.
મુંબઈ થી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો. પનવેલથી રાજ્ય પરીવહનની ઘણીં બસો પનવેલ, ખાપોલી, ખંડાલા થઈ લોનાવાલા જાય છે.
એમાંથી જે બસમાં આરામથી જવાની સગવડ થઈ એ બસમાં ગયો. મુંબઈથી લોકલ ટ્રેન ખોપોલી  સુધી નીયમીત જાય છે.
ખોપોલી રેલ્વે સ્ટેશનથી થોડેક છેટે બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષા, ટેક્ષી કે બસથી ભોરઘાટ મુંબઈ પુના  એક્ક્ષપ્રેસ હાઈવે માર્ગેથી ખંડાલા થઈ લોનાવાલા જઈ સકાય છે.
લોનાવાલાથી કાર્લા જવા બસ સગવડ છે અને શેરે રીક્ષાથી બસથી સસ્તામાં ઝડપી દસ રુપીયામાં  કાર્લા પહોંચી જવાય છે જે લોનાવાલા પુના હાઈવે ઉપર ઉતારે છે.
૨૦-૩૦ મીનીટ છેટે બે કીલોમીટર લાંબે પહાડ ઉપર કાર્લા ગુફાઓ આવેલ છે. ૨૦-૩૦ મીનીટ સુધી  પગથીયા ઉપર ચડી ગુફાઓ પાસે પહોંચી જવાય છે. 
મહારાસ્ટ્રના કોળી, માછીમારોની કુળ દેવી એકવીરાનું મંદીર પણ આવેલ છે અને એકવીરા મંદીરના  સ્થાન તરીકે  આ વીસ્તાર જાણીતું છે. 
કોને ખબર કોણે બૌદ્ધ ગુફાને પોતાની જાગીર બનાવી મંદીર બનાવી નાખ્યું છે અને વેપાર ચાલે છે.
૨૦૦૦ વરસ અગાઉ બૌદ્ધ સાધુઓ માટેનું ચૈત્ય કે મંદીર અને રહેવાની આ જગ્યા પહાડને કોતરી  બનાવવામાં  આવેલ છે. આટલી ઉંચાઈ ઉપર ખુબ વીશાળ ચૈત્ય જોવા દેશ વીદેશના લોકો નીયમીત આવે છે. ઘણી જગ્યાએ  બ્રાહી લીપીમાં લખાંણ છે અને પહાડના પત્થરને ટાંકણાથી કોતરી અદ્દભુત કામ બૌદ્ધ સાધુઓએ કરેલ છે.

Friday, August 17, 2012

૬૬ માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી

 ગામમાં પ્રભાત ફેરી માં નીકળેલા શાળા ના બાળકો
 ધ્વજ વંદન કરવા તૈયાર  ગ્રામજનો  સાથે ગામના સરપંચ  હુસેનભાઈ હિંગોરા
 ધ્વજ વંદન કરાવતા  ગામના સરપંચ  
હુસેન ભાઈ હિંગોરા
 રમત ની હરીફાઈ જોતા  શાળા ના બાળકો
 હલ રે સજનકચ્છ ગીત રજુ કરતી શાળા ની  બાળકી ઓ  દિવ્યા  હેમલતા  ભાવના હેતલ નીતા
નેહાબા ડીમ્પલ  પીન્કી  નયના  વગેરે
 કાર્યક્રમ જોવા  આવેલા ગ્રામ જનો


 સંગીત ખુરશી રમત માં મશગુલ ધોરણ ૧ ના બાળકો
 દેડકા દોડ માં ભાગ લેતા ધોરણ ૨ ના  બાળકો૬૬ માં સ્વતંત્રય દિવસ ની શાનદાર  ઉજવણી

Sunday, May 20, 2012

કાંચનજંઘા – ભોળાભાઈ પટેલ

Friday, March 2, 2012

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશી 8 ફેબ્રુઆરી

economicasunp.edu.ar
શ્રી એલ.વી.જોષી
   
કલમના એક લસરકે જીવંત પાત્રસૃષ્ટિ સર્જનાર સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ શ્રી ક.મા.મુનશીઓ જન્મ ઇ. સ.1887 માં ભરૂચમાં થયોહતો.બી.એ.એલએલ બી. થઇ વકીલાત શરૂ કરી સાથે સાથે લેખનકાર્ય પણ શરૂ કર્યું ભારતવ્યાપી હોમરૂલ ચળવળથી  રાજકારણમાં પ્રવેશી  કૉંગ્રેસી  પ્રધાનમંડળમાં મુંબઇ ઇલાકાનું  કપરું મનાતું ગૃહપ્રધાનપદ યશસ્વી કામગીરીથી ઉજાળ્યું.સ્વાતંત્ર્ય પ્રાપ્તિ  માટે સ્વતંત્ર ભારત બંધારણ ઘડનારી  બંધારણ સભામાં પોતાના કાયદાના જ્ઞાન અને બુદ્ધિથી મહત્વનો ફાળો આપ્યો.દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદ રાજયના એજન્ટની કામગીરી સફળતાપૂર્વક બજાવી. છેલ્લે ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે  પણ રહ્યા અને લોકચાહના મેળવી.ગુજરતી સાહિત્યના  સમર્થ  ગદ્યસ્વામી તરીકે તેમનુંઉજ્જવણ  પ્રદાન છે. પાટણની પ્રભુતા’, ’ગુજરાતનો નાથ’, ’રાજાધિરાજની  નવલત્રયી વડે ગુર્જરભૂમિને નવું પરિમાણ આપ્યું.શ્રી મુનશીએ પોતાની આત્મકથા ખૂબ જ રસિક રીતે  લખી છે. સોમનાથ મંદિરના  પુન:સ્થાપનમાંશ્રી મુનશીએ  ભજવેલી ભૂમિકા અવિસ્મરણીય છે.સંસ્કૃત ભાષાના પુનરુત્થાન માટેના તેમના અથાક પ્રયાસોએ  તેમને  આંતરરાષ્ટ્રીય ખ્યાતી બક્ષી છે.8/2/1971 ની ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો. અવિરત કાર્યરત રહી ગુજરાતી સાહિત્ય અને રાજનીતિની સેવા કરનાર શ્રી મુનશી સંસ્કારપુરૂષ તરીકે સદૈવ સ્મરણીય રહેશે.
વધું

Wednesday, February 1, 2012

મહાન વિચારક આચાર્ય રજનીશ

  મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ.1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.સુધીનો અભ્યાસ પૂર્ણ કરી જબલપુર આવ્યા  અને પછી એમ.એ.થઇ  પ્રોફેસર બન્યા.બાવીસ વર્ષની ઉંમરે તેમને પરમજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો  અને આધ્યાત્મિક વૈચારિક  આંદોલન છેડયું હતુ તેમની સંમોહક વાણી અને અદભૂત  વ્યક્તિત્વ તેમના માટે આગવી ઓળખ હતી. તેમણે કોઇ  એક સંપ્રદાયના ઠેકેદાર બનવાને બદલે વિશ્વના દરેક વિષય પર સ્વતંત્ર વિચાર વહેતા મૂકયા છે  અને  તે પણ એક  આગવા એંગલથી.આધ્યાત્મિકતાના ઊંડાણ અને વિજ્ઞાનની  ઊંચાઇઓની અલૌકિક યાત્રા તેઓ તેમના પ્રવચનમાં કરાવતાં  તેમણે વિજ્ઞાનને ભાંડવાને બદલે તેના મહત્વને સ્વીકાર્યુ હતું. વિશ્વની 35 ભાષામાં તેમના લગભગ 600 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.ઓશો  કહેતા  ‘મારા વિચારોનો માનો નહીં,માપો,પ્રયોગ અને ચિંતન  દ્વારા પરખો,યોગ્ય લાગે તો સ્વીકારો.કારણ કે પછી  તે વિચારો મારાં નહીં હોય, તમારાં હશે. ’ તેમનો સંદેશ માનવ વિશ્વને વધુ માનવ બનાવશે તેમા સંદેહ નથી. ‘મૈં સિખાને નહીં જગાને આયા હું’. એ તેમને ગમતું વાક્ય છે.19/1/1990 ના  રોજ તેમનું દેહાવસાન  થયું.મુક્તગગનનું પંખી  મુક્તિનો રાહ કંડારી  પ્રયાણ કરી ગયું.તેમની  સમાધિ ઉપર લખ્યું છે : “ OSHO  never born,never died only. “ ઓશો-જેમનો ન તો જન્મ છે,ન મૃત્યુ